
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને મળ્યું સ્ટોપેજ, યાત્રાધામ આવતા ભક્તોને મળશે મોટી સુવિધા
અરવલ્લી જિલ્લામાં આવેલ યાત્રાધામ શામળાજી મંદિર માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વંદે ભારત Express ટ્રેનને શામળાજી રોડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા આજે વિધિવત કાર્યક્રમ યોજાયો હતો અને ટ્રેનને લીલી ઝંડી બતાવી આવકારવામાં આવી હતી
અમદાવાદના Asarwa થી Udaipur સુધી દોડતી વંદે ભારત ટ્રેનને અગાઉ Himmatnagar ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે સ્થાનિક લોકો અને યાત્રાળુઓમાં અસંતોષ હતો અને શામળાજી ખાતે સ્ટોપેજ આપવા માંગ ઉઠી હતી.
સ્થાનિક સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે રેલવે મંત્રાલયે શામળાજી રોડ રેલવે સ્ટેશનને સ્ટોપેજ માટે મંજૂરી આપતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સ્ટોપેજ મળતા હવે શામળાજી આવતા દર્શનાર્થીઓ, વેપારીઓ અને સ્થાનિક મુસાફરોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે.આ સાથે જ શામળાજી ગામથી શામળાજી રોડ રેલવે સ્ટેશન તેમજ મોડાસા થી શામળાજી રોડ રેલવે સ્ટેશન સુધી બસ સેવા પણ શરૂ કરવામાં આવી હતી.આ બસોને પણ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.





