WAKANER:વાંકાનેર: રસ્તો ભટકેલા ૮ વર્ષના બાળકને ‘SHE TEAM’ દ્વારા ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાપ કરાવાયો

WAKANER:વાંકાનેર: રસ્તો ભટકેલા ૮ વર્ષના બાળકને ‘SHE TEAM’ દ્વારા ગણતરીના કલાકોમાં પરિવાર સાથે મિલાપ કરાવાયો
વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી મળી આવેલા એક સગીર બાળકને વાંકાનેર તાલુકા પોલીસ અને SHE TEAM ની સમયસૂચકતાને કારણે હેમખેમ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે.
ગઈકાલે તા. ૨૧ માર્ચના રોજ સાંજના આશરે પાંચ વાગ્યે ચોટીલા પોલીસ સ્ટેશનની PCR વાનના ઇન્ચાર્જ ૧૧૨ની વર્ધીમાં હતા, ત્યારે તેઓને વાંકાનેર બાઉન્ટ્રી પાસેથી એક સગીર વયનું બાળક મળી આવ્યું હતું. આ બાળકને તાત્કાલિક સુરક્ષિત રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું.બાળક પોલીસ સ્ટેશન આવતા જ ‘SHE TEAM’ ને જાણ કરવામાં આવી હતી. ટીમ દ્વારા બાળકનું અત્યંત સંવેદનશીલતાથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે:બાળક દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉંમર ૮ વર્ષ) વતન: ભાટ, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુર (રાજસ્થાન) બાળક અહીં બાઉન્ટ્રી પાસે આવેલા એક કારખાનામાં તેના માસી ચંપાબેન અને માસા વેણીરામ સાથે રહેતું હતું. કોઈને કહ્યા વગર તે ઘરેથી નીકળી ગયું હતું અને રસ્તો ભટકી ગયું હતું.SHE TEAM દ્વારા ત્વરિત કાર્યવાહી કરી બાળકના માસા વેણીરામભાઈ શાંતિલાલ ગામેતી (રહે. જયસ્ટોન વસુંધરા, વાંકાનેર) નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓને પોલીસ સ્ટેશન બોલાવી, જરૂરી પૂછપરછ અને સમજ આપ્યા બાદ બાળકને સહી-સલામત સોંપવામાં આવ્યો હતો.”પોલીસે પરિવારને સમજ આપી હતી કે ભવિષ્યમાં બાળક પ્રત્યે વિશેષ તકેદારી રાખવી જેથી બાળક ફરી ક્યારેય આવું જોખમી પગલું ન ભરે.”પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે એક માસૂમ બાળક ગંભીર મુસીબતમાં મુકાતા બચી ગયું છે અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.










