DAHODDAHOD CITY / TALUKOGUJARAT

સોશિયલ મીડિયાની યુનિવર્સિટી”ની અફવાએ ગુજરાતને પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઈનમાં ઊભું રાખ્યું આજે ગુજરાતમાં એક અજીબ સ્થિતિ જોવા મળી

તા.૨૪.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સોશિયલ મીડિયાની યુનિવર્સિટી”ની અફવાએ ગુજરાતને પેટ્રોલ ડીઝલ ભરાવવા લાઈનમાં ઊભું રાખ્યું આજે ગુજરાતમાં એક અજીબ સ્થિતિ જોવા મળી હતી.ઈઝરાઈલ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે (Middle East)માં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે પેટ્રોલ-ડીઝલના ફાંફા પડશે એવી એક માત્ર અફવાએ આખા રાજ્યને બાનમાં લીધું હતું. ખાસ કરીને દાહોદ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર જે દ્રશ્યો સર્જાયા છે, તે જોઈને લાગે છે કે લોકો અફવાઓ પર વિશ્વાસ કરવામાં જરાય વાર નથી લગાડતા.પોરના સમયે અચાનક અફવા ફેલાઈ કે “પેટ્રોલ ડીઝલ નહીં મળે!” બસ, પછી શું હતું? આખું ગુજરાત ‘વોટ્સઅપ યુનિવર્સિટી’ના માર્ગે ચઢી ગયું. દાહોદ શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેક પેટ્રોલ પંપ પર જાણે મેળો ભરાયો હોય તેમ વાહનચાલકો ઉમટી પડ્યા. લોકો ટાંકી ફૂલ કરાવવા તો ઠીક, સાથે ડબ્બાઓ લઈને પણ પહોંચી ગયા! ત્યારે આ અફવા વધુ ઘેરી જ્યારે બની કે કેટલાક પંપો પર ટેકનિકલ કારણો કે ટ્રાન્સપોર્ટેશનમાં વિલંબને લીધે “સ્ટોક નથી” ના પાટિયા લટક્યા.સ્થિતિ એટલી હદે વણસી કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો ખડકી દેવો પડ્યો.​રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ તાત્કાલિક મેદાનમાં આવ્યા અને જણાવ્યું કે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે:​”ગુજરાત પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આપણી પાસે પૂરતો બફર સ્ટોક છે. જનતાને વિનંતી છે કે આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાય.”મિડલ ઈસ્ટનું યુદ્ધ હજી રણમેદાનમાં છે, પણ તેની અસર ગુજરાતીઓમાં અફવા બનીને પહેલા આવી ગઈ. અફવાને કારણે લોકોએ જરૂર ન હોવા છતાં લાઈનો લગાવી, જેનાથી કૃત્રિમ અછત જેવો માહોલ સર્જાયો.જોકે આમતો કોઈએ પણ સત્તાવાર જાહેરાત વગર વિશ્વાસ ન કરવો.જોઈએ મિત્રો, સાવધાન રહો. સોશિયલ મીડિયા પર વહેતા થતા દરેક મેસેજ સાચા નથી હોતા. તમારા ગભરાટનો ફાયદો અસામાજિક તત્વો ઉઠાવી શકે છે. સરકાર ખાતરી આપી રહી છે કે ઇંધણનો પુરવઠો સુરક્ષિત છે, તો પછી આટલો પેનિક શા માટે? સમજદારી બતાવો અને અફવા ફેલાવતા અને અફવાનો ભોગ બનતા અટકો

Back to top button
error: Content is protected !!