ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા મુદ્દે બબાલ, મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ – વિડિઓ થયો વાયરલ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભા રહેવા મુદ્દે બબાલ, મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ – વિડિઓ થયો વાયરલ

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આવેલ એક પેટ્રોલ પંપ પર ઈંધણ લેવા આવેલા લોકો વચ્ચે બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ ભરાવવા માટે ઉભેલી લાઈનમાં આગળ પાછળ થવાના મુદ્દે કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બંને પક્ષ વચ્ચે છુટા હાથે મારામારી થતા પેટ્રોલ પંપ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.બનાવની જાણ થતા પોલીસને માહિતી આપવામાં આવી હતી અને પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હોવાનું જાણવા મળે છે. ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી.આ બનાવના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હોવાની ચર્ચા છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલની અછત અંગે ચાલી રહેલી અફવાઓને કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. જોકે સમગ્ર ઘટનાને લઈને વાયર વીડિયોની પુષ્ટિ વાત્સલ્યમ સમાચાર પૃષ્ટિ કરતું નથી

Back to top button
error: Content is protected !!