WAKANER વાંકાનેર બહેનના ઘરે જવું પરણિતાને ભારે પડ્યું, સાસરિયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

WAKANER વાંકાનેર બહેનના ઘરે જવું પરણિતાને ભારે પડ્યું, સાસરિયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
વાંકાનેર શહેરમાંથી ઘરેલું હિંસાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર પોતાની બહેનના ઘરે મળવા જવાની સામાન્ય બાબતે સાસરિયાઓએ ઉશ્કેરાઈ જઈ પરણિતાને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
વાંકાનેરના નવાપરા શેરી નંબર-૨ માં રહેતા નિશાબેન બેચરભાઈ દેત્રોજાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નિશાબેનના જણાવ્યા અનુસાર, તેઓ તેમના બહેનના ઘરે આંટો મારવા ગયા હતા. આ વાત તેમના સાસરિયાઓને પસંદ આવી નહોતી.બહેનના ઘરે જવાનો ખાર રાખીને સાસરિયાઓએ નિશાબેન સાથે ઝઘડો કર્યો હતો અને ઉગ્ર બોલાચાલી બાદ તેમને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ભોગ બનનાર પરણિતાએ ત્રણ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે:બેચરભાઈ હરેશભાઈ દેત્રોજા,હરેશભાઈ માનસિંગભાઈ દેત્રોજા,પ્રભાબેન હરેશભાઈ દેત્રોજા નિશાબેનની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









