GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

 

 

MORBI:મોરબી રેલવે સ્ટેશન નજીકથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

 

​મોરબી: શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી એક્ટિવા પર પસાર થતા ત્રણ શખ્સોને વિદેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે દારૂ અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક એક્ટિવા પર જઈ રહેલા શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન તેમની પાસે થી ​વિદેશી દારૂની બોટલ: ૧ નંગ (કિંમત રૂ. 686)
​વાહન તથા અન્ય સામાન: કુલ મળીને રૂ. 30,686નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે:​સંજયભાઈ લાંઘણોજા (જેમને સ્થળ પરથી તાત્કાલિક ઝડપી લેવાયા હતા) ​દેવાંગભાઈ લાંઘણોજા,​રાજેશભાઈ ઉર્ફે લાલો અઘારા, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

Back to top button
error: Content is protected !!