GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૩.૨૦૨૬

પંચમહાલ જિલ્લામાં ચૈત્રી નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટી પડતા શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,ગોધરાની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.જે અન્વયે પાવાગઢ તળેટી અને ડુંગર વિસ્તારમાં આવેલી ખાણી-પીણીની સંસ્થાઓમાં ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓની તપાસ કરી તેલ, પાણી, મીઠું અને માવા જેવા પદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન તૈયાર ખોરાક અને મીઠાઈના કુલ ૨૦ નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને પૃથ્થકરણ (Analysis) માટે સરકારી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.પંચમહાલ ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રયોગશાળામાંથી રિપોર્ટ આવ્યા બાદ, જો કોઈ ખામી જણાશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તપાસ અભિયાન દરમિયાન ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’ ના નિયમોનુસાર તમામ વિક્રેતાઓને સ્વચ્છતા અને હાઈજીનિક ફૂડ હેન્ડલિંગ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત ભવિષ્યમાં પણ ગુણવત્તાસભર અને સુરક્ષિત ખાદ્ય પદાર્થોનું જ વેચાણ થાય તે માટે વિગતવાર સમજ પૂરી પાડવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!