BHARUCHNETRANG

Spread smile to sperrow કાર્યક્રમ અંતર્ગત પાછલા પાંચ વર્ષમાં પાંચ હજાર થી વધુ નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું.

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

‘Spread smile to sperrow’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૩ માર્ચનાં રોજ ‘spread Smile group’ હેતલબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ગ્રુપના સભ્યો દ્વારા વિનામૂલ્યે ૧૦૦૦ જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘર આંગણાનું પક્ષી એવી ચકલીઓને બચાવવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો‌. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પોતાના ઘરનાં આંગણામાં, બાલ્કનીમાં અથવા છત પક્ષીઓ માટે પાણીનાં કુંડા મૂકવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. મહાકાળી નોવેલ્ટી સ્ટોરની બહાર વિનામૂલ્યે ચકલીધરનું વિતરણ કાર્ય કર્યું હતું. આ ગ્રુપ દ્વારા પાછલા પાંચ વર્ષ થી ૫૦૦૦ થી વધુ ચકલીઘર કાળઝાળ ગરમીથી ચકલીઓ સહિત અન્ય પક્ષીઓ રક્ષણ મેળવી શકે એ માટે માટે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!