GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ ૪૯૦ આવાસોને મંજૂરી, રૂ. ૪ લાખની સહાય મળશે

 

 

MORBI :મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ ૪૯૦ આવાસોને મંજૂરી, રૂ. ૪ લાખની સહાય મળશે

 

​મોરબી: કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)’ અંતર્ગત મોરબીમાં ઘરવિહોણા પરિવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, શહેરમાં ‘બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન’ (BLC) ઘટક હેઠળ કુલ ૪૯૦ નવા આવાસોના બાંધકામ માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.


​યોજનાની મુખ્ય વિગતો:​કોને મળશે લાભ? જે લાભાર્થીઓએ ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી હતી, તેવા લાયક પરિવારોના DPR મંજૂર કરવામાં આવ્યા છે.​કેવું હશે આવાસ? નેશનલ બિલ્ડીંગ કોડ મુજબ ૩૦ થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તારમાં બે રૂમ, રસોડું, શૌચાલય અને બાથરૂમ જેવી તમામ સુવિધાઓ ધરાવતું પાકું મકાન બનાવવામાં આવશે.​આર્થિક સહાય: આ યોજના હેઠળ દરેક લાભાર્થીને નિયમોનુસાર ચાર અલગ-અલગ તબક્કામાં કુલ રૂ. ૪.૦૦ (ચાર) લાખની સહાય સીધી ફાળવવામાં આવશે.
​મહાનગરપાલિકા દ્વારા ત્રિ-પક્ષિય કરારનામાંની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં લાભાર્થીઓની આગેવાનીમાં બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:​ પ્લીન્થ લેવલ સુધીની કામગીરી પૂર્ણ.​૨૮ આવાસ: લીન્ટલ લેવલ સુધીની કામગીરી પ્રગતિમાં.​૦૨ આવાસ: સ્લેબ લેવલ સુધીનું બાંધકામ પહોંચ્યું છે.​મોરબી મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આ યોજનાનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું પાકું અને સુવિધાજનક ઘર પૂરું પાડવાનો છે.

Back to top button
error: Content is protected !!