થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૪ માં વર્ષે યજ્ઞ યોજાયો.
.શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંદ રાખી હવાનામાં જોડાયા.

થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૪ માં વર્ષે યજ્ઞ યોજાયો.
—————————————
.શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંદ રાખી હવાનામાં જોડાયા.
—————————————
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામા આવેલ. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી,રમેલ, હવન,પલ્લી,બાધાપુરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વારે તહેવારે કરવામાં આવે છે.ચાલુ વર્ષે સંવત ૨૦૮૨ ના ચૈત્રસુદ-૯ ને ગુરૂવાર તા.૨૬/૦૩/૨૦૨૬ ના રોજ સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજી ના મંદિરે પ્રજાપતિ લાલજીભાઈ નાનજીભાઈ દીઓદર તથા પ્રજાપતિ રૂપશીભાઈ મગનભાઈ ના યજમાનપદે શાસ્ત્રી જોષી નરેશકુમાર (લાલાભાઈ) ભૂદરભાઈ થરેચાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં ચડાવાને બાદ કરતાં ચૈત્રસુદ-૫ ની રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે થરેચા પરીવાર એકત્રિત થઈ છેલ્લા ૧૪ વર્ષથી ચિઠ્ઠી દ્વારા ભાગ્ય અજમાવે છે.જેમાં પ્રથમ વર્ષે અરજણભાઈ પ્રજાપતિ,દ્વિતીય વર્ષે ભેમાભાઈ જી.પ્રજાપતિ,તૃતીય વર્ષે ભેમાભાઈ એન.પ્રજાપતિ વાલમ,ચતુર્થ વર્ષે દાનાભાઈ પ્રજાપતિ અમદાવાદ,પાંચમાં વર્ષે બબાભાઈ કે.પ્રજાપતિ,છઠ્ઠા વર્ષે અમરતભાઈ પ્રજાપતિ,સાતમા વર્ષે સોમાભાઈ કે.પ્રજાપતિ એ હવનમાં બેસવાનો લાભ લીધો હતો.આઠમા તથા નવમા વર્ષે કોરોનાને કારણે સરકરશ્રીના આદેશ મુજબ યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો.દસમા વર્ષે મનુભાઈ પ્રજાપતિ,૧૧ મા વર્ષે નરોત્તમભાઈ પ્રજાપતિ,૧૨ મા વર્ષે દિનેશભાઈ પ્રજાપતિ બાજરી તેરમા વર્ષે ગોવિંદભાઈ એન. પ્રજાપતિ અને ચૌદમા વર્ષે એટલે કે ચાલુ વર્ષે સવંત ૨૦૮૨ ના ચૈત્રસુદ-૯ ને ગુરૂવાર તા.૨૬/૦૩/૨૦૨૬ ના રોજ લાલજીભાઈ પ્રજાપતિ દીઓદર તથા રૂપશીભાઈ પ્રજાપતિ બરફવાળાના યજમાનપદે સનાભાઈ તથા પાંચાભાઈ તથા ગોવિંદભાઈ દ્વારા બનાવેલ યજ્ઞ કુંડીમાં જવ-તલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજાયો હતો.યજ્ઞને સફળ બનાવવા રાજુ પી. પ્રજાપતિ,શિક્ષક પ્રવીણ પ્રજાપતિ,પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કેશાભાઈ પ્રજાપતિ (કેશુબાપા), શંભુભાઈ પ્રજાપતિ,રાજુ પ્રજાપતિ કંડક્ટર સહિત દરેક નવ યુવાનોએ અથાગ મહેનત કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦







