GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીના છાપરા રોડ અને જલાલપોર વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારોમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ…

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ રહીને અનેકવિધ પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે. નવસારી શહેરને વધુ સુવિધાસભર બનાવવા અને પ્રાથમિક સુવિધાઓનો વ્યાપ વધારવાના પ્રયાસો અવિરત ચાલુ છે.તેમજ નવસારીના મહત્વના વિસ્તારો એવા છાપરા રોડ અને વોર્ડ ક્રમાંક ૧, જલાલપોર ખાતેના વિવિધ આંતરિક તથા અગ્રવાલ કોલેજ રોડ મુખ્ય માર્ગો પર મહાનગરપાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગની (નવીનીકરણ) કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી છે. આ માર્ગો પર ડામર પાથરીને રસ્તાઓનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને વધુ સુગમ, ખાડામુક્ત અને સલામત રસ્તો મળશે. જેનાથી દૈનિક અવરજવરમાં સરળતા રહેશે, વાહનોના ઘસારામાં ઘટાડો થશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ નોંધપાત્ર રાહત મળશે.નવસારી મહાનગરપાલિકા શહેરના દરેક વોર્ડમાં તબક્કાવાર બાકીના વિસ્તારોની કામગીરી પણ પૂર્ણ કરશે

Back to top button
error: Content is protected !!