દાહોદ સરકારી પોલિટેકનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

તા.૨૭.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ સરકારી પોલિટેકનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું
દાહોદ, સરકારી પોલિટેકનિકમાં એન.એસ.એસ. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ જિલ્લા શાખા સંચાલિત શ્રી મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિકના સંયુક્ત ઉપક્રમે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોડી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદનાં ખજાનચી જવાહરલાલ શાહ દ્વારા ડેન્ટલ વિશે માર્ગદર્શન પૂરું પાડયુ હતું રાજ્ય રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિ સાબિર એ. શેખ દ્વારા પ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યુ. ત્યાર બાદ એન.એસ.એસ. કોર્ડીનેટર સિધ્ધી.કે.શેઠ દ્વારા રેડ ક્રોસ સોસાયટીના વિવિધ કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને માહીતગાર કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને તેમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી. ડેન્ટિસ્ટ ડો વૈશાલીબેન શાહે ડેન્ટલ અંગે સમજ આપી કાળજી કેવી રીતે રાખવી તે અંગે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા જેમાં ૬ ફેકલ્ટીના ૯૦ જેટલા વિધ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ખજાનચી જવાહરભાઈ શાહ, રાજ્ય રેડ ક્રોસના પ્રતિનિધિ સાબિર શેખ બ્લડ બેન્ક કન્વીનર ડો ઇકબાલહુસન લેનવાલા બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઈઝર સહમંત્રી એન કે પરમાર મુકુંદભાઈ કબ્રાવાળા રજનીભાઇ ડોક્ટર અને સ્ટાફગણ વગેરે ઉપસ્થિત હતા. આ કેમ્પ સરકારી પોલિટેકનિક દાહોદના આચાર્ય, કે.બી.મહેતા ના માર્ગદર્શન અને પ્રેરણા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. કોર્ડીનેટર, સિધ્ધી.કે.શેઠ દ્વારા કરવામાં આવ્યું.





