BANASKANTHADEODARGUJARAT

દિયોદર સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં માત્ર પેન્સિલ લેવા બાબતે ધોરણ 4 ના વિધાર્થી ને ફટકાર્યો

કસૂરવાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવા પરિવારે માંગ કરી

 

•દિયોદર સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં માત્ર પેન્સિલ લેવા બાબતે ધોરણ 4 ના વિધાર્થી ને ફટકાર્યો

 

પ્રતિનિધિ:દિયોદર કલ્પેશ બારોટ

 

•શિક્ષકે વિધાર્થીને ઢોર માર મારી દિવસ ભર ભૂખ્યો રાખ્યો રાત્રે ઘરે તબિયત બગડતા સારવાર અર્થ ખસેડ્યો

 

•શિક્ષક સામે વાલીઓમાં રોષ ભભૂક્યો પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ લેખિત ફરિયાદ અપાઈ

 

•લખવા માટે પેન્સિલ લેવા જેવી નજીવી બાબતે શિક્ષકે માસૂમ બાળકને તાલિબાની સજા કેમ આપી?

 

•ડર નો માર્યો વિધાર્થીએ શનિવારે શાળાએ જવાનો ઇનકાર કર્યો :

 

દિયોદર તાલુકાના સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં ધોરણ 4 ના વિધાર્થીને શાળા માંથી પેન્સિલ લેવા જેવી નજીવી બાબતે ક્રોધે ભરાયેલ શિક્ષકે વિધાર્થીને ઢોર માર મારી દિવસ ભર ભૂખ્યો રાખ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારે કરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે શિક્ષક ના માર મારથી વિધાર્થી ની તબિયત બગડતા મોડી રાત્રે સારવાર અર્થ સરકારી હોસ્પિટલ ખસેડાયો છે પરિવારે કસૂરવાર શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે

 

દિયોદર તાલુકાના સોનગઢ (સોની) પ્રાથમિક શાળામાં ધોરણ 4 માં અભ્યાસ કરતો કાર્તિક (નામ બદલ્યું) છે જે વિધાર્થીએ શુક્રવારે શાળા માંથી લખવા માટે પેન્સિલ લીધી હતી જેમાં પેન્સિલ લેવા જેવી નજીવી બાબતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિન પટેલે ધોરણ 4 ના માસુમ સગીર વિધાર્થી ને ઢોર માર માર્યો હતો અને ચોરી નો ઇંજામ આપી દિવસ ભર ભૂખ્યો રાખ્યો હતો સાંજે શાળા છૂટ્યા બાદ વિધાર્થી ઘરે પરત ફરતા વિધાર્થી ઘરે સૂઈ ગયો હતો જેમાં મોડી રાત્રે વિધાર્થી ને શરીર ના ભાગે પીડા ઉપડતા પરિવારે વિધાર્થીને સારવાર અર્થ સોની પ્રાઇવેટ દવાખાને સારવાર કરાવી હતી જેમાં શાળામાં શિક્ષકે માર માર્યો હોવાનું વિધાર્થીએ પરિવાર ને જણાવતા વિધાર્થી ને બીજા દિવસે દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થ લાવવામાં આવ્યો હતો માત્ર પેન્સિલ લેવા જેવી બાબતે ઠપકો આપવાની જગ્યાએ વિધાર્થીને કુર્તા પૂર્વક શિક્ષક દ્વારા માર મારવામાં આવતા પરિવારો રોષે ભરાયા હતા અને શિક્ષણ વિભાગ દ્વારા કસૂરવાર શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી વિધાર્થી ના પિતાએ દિયોદર પોલીસ મથકે શિક્ષક અશ્વિન પટેલ સામે લેખિત ફરિયાદ આપી હતી વિધાર્થી ને ઢોર માર મારવાના મામલે અન્ય વિધાર્થી ના વાલીઓએ શિક્ષક સામે રોષ વ્યકત કર્યો હતો

 

•સાહેબ માસૂમ બાળક છે તેને ઠપકો આપો આવી રીતે ના મારો :- એક માતા ની વેદના

 

વિધાર્થી ની માતાએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી જેમાં પોતાના લાડકવાયા સંતાન ને ખોળામાં બેસાડી “સાહેબ માસૂમ બાળક છે તેને ઠપકો આપો આવી રીતે ના મારો”જેવા શબ્દ એક માતાના મોઢા માંથી નીકળ્યા હતા

 

•અમારા ઉપર ખોટા કેસ કરવાની ધમકી આપી અમને ન્યાય આપો:પિતા

 

આ બાબતે વિધાર્થી ના પિતાએ રોષ વ્યકત કરતા જણાવેલ કે શાળામાં પેન્સિલ લેવા જેવી બાબતે અમારા દીકરા ને માર્યો છે આખો દિવસ ખાવા પણ આપ્યો નથી રાત્રે મારા દીકરા ને પીડા ઉપડતા રાત્રે દવાખાને લઈ ગયા હતા અને સારવાર કરાવી હતી આજે બીજા દિવસે રેફરલ હોસ્પિટલમાં સારવાર કરાઈ છે અમને ન્યાય જોઈએ છે અમો ઠપકો આપવા ગયા તો અમોને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી છે

 

•હું ગાડી ચલાવું છું હું વાત નહીં કરી શકું :શિક્ષક

 

આ બાબતે શિક્ષક અશ્વિન પટેલ ને આ બાબતે પૂછવા માટે મીડિયા દ્વારા ફોન કરી કોશિશ કરી હતી જેમાં અશ્વિન પટેલે ફોન પર હું ગાડી ચલાવું છું વાત નહીં કરી શકું તેવું જણાવ્યું હતું

 

 

•મારવાની ડર થી વિધાર્થી શનિવારે શાળાએ ન ગયો

 

શુક્રવારે શાળામાં શિક્ષકે ઢોર માર માર્યો હોવાથી ધોરણ 4 નો વિધાર્થી ગભરાઈ ગયો હતો જેમાં શનિવારે વહેલી શાળા હોવાથી વિધાર્થી શાળાએ ગયો ન હતો અને ઘરે રહો હતો

Back to top button
error: Content is protected !!