GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

 

 

MORBI:મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

 


મોરબી નજીક આવેલા ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા પિતૃઓના પુણ્યાર્થે આગામી એપ્રિલ માસમાં ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ઓધવજીભાઈ જીવાભાઈ પરેચા તથા સ્વ. છબીબેન ઓધવજીભાઈ પરેચાના સ્મરણાર્થે યોજાનાર આ કથામાં ભક્તિ, સંગીત અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે.
​કથાનો સમય અને વક્તા ​આ ધાર્મિક મહોત્સવમાં પ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા પોતાની અમૃતવાણીમાં ભાગવતજીનું રસપાન કરાવશે.

 


​તારીખ: 02-04-2026 થી 08-04-2026 ​સમય: સવારે 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 સુધી ​સ્થળ: શ્રી સી. એન. પટેલ વિદ્યાલય, પરેચા પરિવાર મંદિરની સામે, ઘુંટુ.​કથા દરમિયાન ભગવાનના વિવિધ પ્રસંગો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ, રુકમણી વિવાહ વગેરેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.​લોકસાહિત્ય અને સંતવાણીના કાર્યક્રમો ​કથાની સાથે સાથે રાત્રિના સમયે ભક્તિમય વાતાવરણ જાળવી રાખવા માટે ભવ્ય સંતવાણીનું આયોજન કરાયું છે, જેમાં ખ્યાતનામ કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે:02-04-2026 જયદેવ ગોસાઈ અને હર્ષદ પટેલ
04-04-2026 મયુર દવે અને હર્ષદ પટેલ ,07-04-2026 જયદીપ સોની અને દિપકબાપુ હરિયાણી ,​પરેચા પરિવાર દ્વારા દરરોજ બપોરે કથાના વિરામ બાદ તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રૂડા અવસરે શ્રી પીતાંબરભાઈ ઓધવજીભાઈ પરેચા તથા શ્રી વિનોદભાઈ પીતાંબરભાઈ પરેચા દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!