ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ સંઘ દ્વારા શિક્ષકો/પ્રાચાર્યો માટે તાલીમ કેમ્પ્સ યોજાયાં

ગાંધીનગર જિલ્લા ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સ સંઘ દ્વારા ગાંધીનગર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ખાતે તા. ૨૧ માર્ચ ૨૦૨૬ થી ૨૭ માર્ચ ૨૦૨૬ દરમ્યાન જિલ્લાની શાળાઓને સ્કાઉટિંગ ની પ્રવૃતિ સાથે જોડવા શાળાના શિક્ષકો/પ્રાચાર્યો માટે તાલીમ કેમ્પ્સ યોજાયાં જેમાં બેઝિક સ્કાઉટ માસ્ટર કોર્સ માં લીડર ઓફ ધ કોર્સ તરીકે રાજ્યના જાણીતા સામાજિક કાર્યકર્તા તથા આસિસ્ટન્ટ લીડર ટ્રેનર (ALT(s)) શ્રી કશ્યપકુમાર ઠક્કર દ્વારા પ્રભાવશાળી નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમણે સ્કાઉટિંગ ની મૂલ્યવર્ધક પ્રવૃત્તિઓ જેમ કે ધ્વજ વંદન વિધિ (Flag Procedure), પદયાત્રા (Hike), કેમ્પ નિરીક્ષણ (Camp Inspection), પેટ્રોલ સિસ્ટમ તથા સર્વધર્મ પ્રાર્થના જેવા પ્રાયોગિક વિષયો પર વિશેષ ભાર આપી તેનું કુશળતાપૂર્વક સંચાલન કર્યુ. માત્ર તાલીમ પૂરતાં જ મર્યાદિત ન રહી, એક સામાજિક ચિંતક તરીકે તેમણે તાલીમાર્થી શિક્ષકોમાં સંસ્કાર, સેવા અને શિસ્ત સિંચન પર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું કે જ્ઞાન ઓછું વધતું સ્વીકાર્ય છે, પરંતુ અનુશાસન અને નિસ્વાર્થ સેવા વિનાનું જીવન દેશ, સમાજ અને સમગ્ર વિશ્વ માટે બોજા સ્વરૂપ છે. કેમ્પમાં સહભાગી બનેલ જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો તથા પ્રાચાર્યોએ શ્રી ઠક્કરની સરળતા, વિષય પરની ઊંડી પકડ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈ તેમના અનુભવ અને પ્રતિભાવો તેમની ગૂગલ પ્રોફાઇલ “Kashyap Thakkar – Social Worker” પર હકારાત્મક સમીક્ષાઓ સ્વરૂપે વ્યક્ત કર્યા છે. ગુજરાતમાં આગામી બેઝિક સ્કાઉટ માસ્ટર કોર્સ સાબરકાંઠાના ઈડર મુકામે તારીખ 28.03.2026 ના રોજ શરૂ થશે જેમાં પણ સાહેબશ્રી પોતાની નિઃસ્વાર્થ સેવા અને સમય પ્રદાન કરશે.





