પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ મા પીવાના પાણીનો કકળાટ. રહીશો પ્રાઇવેટ ટેન્કર મંગાવા મજબૂર

30 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ મા પીવાના પાણીનો કકળાટ. રહીશો પ્રાઇવેટ ટેન્કર મંગાવા મજબૂર.
પાલનપુર વોર્ડ નંબર ત્રણ અને બે વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણી નો અભાવને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે પાલનપુર પાલિકાને રાજ્ય સરકારે અગાઉ લાખો રૂપિયાની શહેરના સુખાકારી માટે પીવાના પાણીની ગ્રાન્ટ આપવા છતાંય પાલિકાના પાણી પુરવઠાના સત્તાધીશો અણધણ આવડત કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે નાણા ખર્ચી ટેન્કર મંગાવા મજબૂર બન્યા છે હજી તો ઉનાળાની શરૂઆત જ છે.પાલનપુર શહેર માટે રાજ્ય સરકારે પીવાના પાણીનો પુરવઠો મળી રહે તેને લઈને પાલિકાને સત્તાધીશોને કરોડો રૂપિયાના ગ્રાન્ડ અગાઉ પાણીના ટાંકા પાઇપલાઇન માટે નાણા ફાળવ્યા હતા તેમ છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળતા મહિલા .બાળકોને આમતેમ ભટકવા લાગ્યા છે જોકે પાલિકાના સત્તાધીશો ધરોઈના લાઈનોમાં છાસવારે ફોલ્ડ થયા હોવાનું લૂલો બચાવ કરી રહ્યા છે અગાઉ પણ કરોડો રૂપિયા ખર્ચ હરીપુરા આસપાસ વિસ્તારોમાં બોર અને ટાંકા બનાવેલા છે તે ફેલ થઈ ગયેલા કારણ બતાવી કેટલાક બોરો બંધ કરી દીધા છે જો કે ખરેખર ફેલ છે કે નહીં તે તપાસનો વિષય છે હાલ તો વોર્ડ નંબર ત્રણ અને બે જેમાં શિવનગર સોસાયટી શક્તિનગર આસોપાલવ સોસાયટી ભાગ્યોદય જેવા અનેક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી પૂરતો પીવાનો પાણીનો પુરવઠો ન મળતા આ વિસ્તારના લોકો પ્રાઇવેટ ખર્ચો કરી ટેન્કર મંગાવા મજબૂર બન્યા છે. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ.





