MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા જર્જરિત આંગણવાડીના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા ઉગ્ર રજૂઆત :હાઈવે ઓળંગતા બાળકો પર અકસ્માતનું જોખમ

 

 

TANKARA:ટંકારા જર્જરિત આંગણવાડીના સ્થાને નવી બિલ્ડિંગ બનાવવા ઉગ્ર રજૂઆત :હાઈવે ઓળંગતા બાળકો પર અકસ્માતનું જોખમ

 


​ટંકારા: ટંકારા શહેરમાં મામલતદાર કચેરીની બાજુમાં આવેલી આંગણવાડી નંબર ૩૧૨ ની હાલત અત્યંત જર્જરિત અને ભયજનક બની ગઈ છે. આ બાબતે સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડા અને લતાવાસીઓ દ્વારા તંત્રને જગાડવા માટે મામલતદાર, ચીફ ઓફિસર અને સી.ડી.પી.ઓ. (CDPO) ને લેખિતમાં રજૂઆત કરી તાકીદે નવી આંગણવાડી બનાવવાની માંગ કરવામાં આવી છે.


​ આંગણવાડીનું મકાન ગમે ત્યારે ધસી પડે તેવી હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ વર્ષથી તેને સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં આ આંગણવાડી મોરબી-રાજકોટ હાઈવે પર આવેલી જૂની PWD શાખાના મકાનમાં ચાલે છે. અહીં પછાત વર્ગના આશરે ૪૦ થી ૫૦ જેટલા ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે, જેમને દરરોજ જોખમી હાઈવે ઓળંગવો પડે છે. વાલીઓમાં સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
​અગાઉની રજૂઆતો: અગાઉ ટંકારા ગ્રામ પંચાયત દ્વારા પણ આ મુદ્દે ઠરાવ કરી નવી આંગણવાડી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.​સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાની આગેવાનીમાં દિનેશભાઈ ગોહેલ, મુમતાઝબેન, સલમાબેન, અમીનાબેન, હસીનાબેન અને રંભાબેન સહિતના લતાવાસીઓએ મૌખિક અને લેખિતમાં રજૂઆત  કરી.

Back to top button
error: Content is protected !!