CHIKHLIGUJARATNAVSARI

નવસારી જિલ્લા આદિવાસી સમાજના આગેવાનોની રજૂઆત ફળી: અડદાની ગર્લ્સ હોસ્ટેલમાં લાઈટ પંખા નંખાયા.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડો.ચેતન પટેલ,કમલેશ પટેલ,અરવિંદ પટેલ,શૈલેષ પટેલ,ધર્મેશ પટેલ સહિતના સામાજિક આગેવાનોએ થોડા દિવસો પહેલા નવસારી જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને અડદાની સરકારી એસસી/એસટી ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા 6 મહિનાથી લાઈટ પંખા નહી હોવાથી 250 જેટલી ગરીબ બાળાઓની હાલત કફોડી બની હતી તે બાબતનું ધ્યાન દોરી ગરીબ બાળાઓનું ગરમીમાં પંખાના અભાવે સ્વાસ્થ્ય નહીં બગડે અને રાત્રે લાઈટના અભાવે ભણતર નહીં બગડે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની રજૂઆત કરી હતી.નવસારી કલેકટરે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપતાં છાત્રાઓને લાઈટ પંખા નખાઈ જતા બાળકીઓમાં ખુશીઓનો માહોલ છવાયો હતો અને આ બાબતે ગામના આગેવાનો અને વિદ્યાર્થીનીઓના વાલીઓએ સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાનો અને ટીમનો આભાર માન્યો હતો.વધુમાં નવસારી જિલ્લા આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવભાઈ પટેલે નવસારી જિલ્લાની ટીમે આ બાબતની ગંભીર સમસ્યાના નિવારણ માટે જિલ્લા તંત્ર પાસે અસરકારક રજૂઆત કરી વિધાર્થીઓનેમા પડતી હાલાકીનો નિરાકરણ આવતા આ સારી કામગીરીને બિરદાવી હતી તેમજ  વિશાલનગર બોયઝ હોસ્ટેલ પાસે પણ ચોમાસામાં પાણી ભરાય છે એ અંગે પણ જિલ્લા તંત્રને રજૂઆત કરી છે .વિદ્યાર્થીઓ માટે સરળ અને ગુણવતાસભર શિક્ષણ માટે યોગ્ય કાર્યવાહી કરશે એવી અપેક્ષા સેવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!