GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨૦-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

 

RAJKOT:છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા ૨૦-વર્ષ થી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ રેન્જ ટીમ

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક *શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા રહેલ વધુમાં વધુ આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર શ્રી આર.એચ.બાર નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા તથા સ્‍ટાફ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.


દરમ્યાન સ્ટાફના સંદિપસિંહ ઝાલા, મિતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી* નાઓને મળેલ બાતમી હકિકત મુજબ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.નં. ૨૬/૨૦૦૬ તથા મહેસાણા કડી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૯/૨૦૦૬ આઇ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦ મુજબના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરજાદા રહે. હવા મહેલ, ઓપેરા બાજુમાં અંકલેશ્વર ભરૂચ વાળાને અંકલેશ્વર ભરૂચ ખાતેથી પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.એચ.બાર, પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા તથા એ.એસ.આઇ. સંદિપસિંહ ઝાલા, પો.કોન્સ. મીતેશભાઇ પટેલ તથા કમલેશભાઇ રબારી નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!