GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર ગામે ૮૫ વર્ષીય વૃધ્ધએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

TANKARA:ટંકારાના વિરપર ગામે ૮૫ વર્ષીય વૃધ્ધએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જેમાં ૮૫ વર્ષના એક વૃધ્ધએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી મુજબ, વિરપર ગામે રહેતા હરજીભાઈ કુંવરજીભાઈ લિખિયા (ઉંમર ૮૫ વર્ષ) તા.૨૯ ના રોજ પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા જ અરેરાટી વ્યાપી ગઈ હતી, પરંતુ વૃધ્ધનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ૮૫ વર્ષની ઉંમરે વૃદ્ધે આવું અંતિમ પગલું કેમ ભર્યું, તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.









