

દિપક પટેલ-ખેરગામ
ખેરગામના રૂઝવણી ગામે બિહારથી આવેલ એન્જીનીયર જે.પ્રકાશની અધ્યક્ષતામાં બામસેફ સંગઠનની મિટિંગ ગોઠવાઈ જેમાં ડો.નિરવ પટેલ,આર.આર.પટેલ,હંસાબેન પટેલ,મુકેશભાઈ,સવિતાબેન,જનકભાઈ,હિરેન,જીતેન્દ્ર પટેલ,ભાવનાબેન,હિતેશભાઈ,ભાવેશભાઈ,કાર્તિક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં રૂઝવણી તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા જાતિવાદ,પાખંડવાદ અને અજ્ઞાનતા,અંધશ્રદ્ધા સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ,સમાનતા,બંધુતા અને એકતા અને સંગઠન તેમજ મહેનત કરવા પર ખુબ જ આગ્રહ કરવામાં આવ્યો હતો.જીતેન્દ્રભાઈ પટેલની નાનકડી દીકરીએ ડો.ભીમરાવ આંબેડકર,મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઇ ફૂલે પર સુંદર વક્તવ્ય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે તિલક પટેલ, દૂધમંડળીની મહિલાઓ અને રૂઝવણી પટેલ ફળીયા યુવક મંડળના સદસ્યો દ્વારા ખુબ જ મહેનત કરવામાં આવી હતી.



