ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી – આઈ-ખેડૂત પોર્ટલ શરૂ થયું છતાં સર્વર ડાઉન – ખેડૂતોને પંચાયત ખાતે ધક્કા સાથે આક્ષેપો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – આઈ-ખેડૂત પોર્ટલ શરૂ થયું છતાં સર્વર ડાઉન – ખેડૂતોને પંચાયત ખાતે ધક્કા સાથે આક્ષેપો

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને કૃષિ ઓજારો, ટ્રેક્ટર અને અન્ય સાધનોની ખરીદી માટે સહાય મેળવવા માટે તા. 27/03/2026 થી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કર્યું છે. પરંતુ કેટલાક ખેડૂતોના આક્ષેપો છે કે પોર્ટલ શરૂ થયાના થોડા જ દિવસોમાં સર્વર બંધ રહેવાની સમસ્યા ઉભી થતાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખેડૂતો જ્યારે અરજી કરવા માટે ગ્રામ પંચાયત કચેરીએ આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે સર્વર બંધ છે. જેના કારણે ખેડૂતોના કામ અટકી જાય છે અને તેઓને નિરાશ થઈને પાછા ફરવું પડે છે. વારંવાર આવું બનતા કેટલાક ખેડૂતો પંચાયતના VCE સામે નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.ખેડૂતોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું માત્ર જાહેરાત કરવા માટે જ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે…? કારણ કે ગયા વર્ષે પણ અનેક ખેડૂતો સહાયના લાભથી વંચિત રહ્યા હતા તેવી ફરિયાદો સામે આવી હતી.જો પોર્ટલ યોગ્ય રીતે કાર્યરત હોય તો કેટલા અરજીઓ થઈ અને કેટલા કેસ મંજૂર થયા તેની સ્પષ્ટ માહિતી મળી શકે. પરંતુ હાલ સર્વર સમસ્યાને કારણે કામગીરી કેટલી થઈ રહી છે તે અંગે પણ સ્પષ્ટતા થતી નથી.ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વર સમસ્યાનો ઉકેલ લાવે જેથી ખેડૂતોને પંચાયતના ધક્કા ન ખાવા પડે અને તેઓ સરળતાથી યોજનાનો લાભ લઈ શકે.

Back to top button
error: Content is protected !!