
વિજાપુર આશ સેકન્ડરી સ્કૂલમાં ભવ્ય સ્પોર્ટ્સ મીટ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરની આશ સેકન્ડરી સ્કૂલ ખાતે વાર્ષિક “સ્પોર્ટ્સ મીટ / સ્પોર્ટ્સ ડે”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન આશ એજ્યુકેશન ટ્રસ્ટ તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડથી કરવામાં આવી હતી. વિવિધ હાઉસ અને જૂથોના પ્રતિનિધિત્વ સાથે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહ્યું હતું. પરેડ દરમિયાન વિદ્યાર્થીઓની શિસ્ત અને સમર્પણને સૌએ વખાણી હતી.
આ પ્રસંગે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, 
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક વિકાસ સાથે ટીમ સ્પિરિટ અને રમતગમત પ્રત્યેની લાગણી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું આચાર્ય એ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના સભ્યો, શિક્ષકો અને સ્ટાફનો નોંધપાત્ર સહકાર રહ્યો હતો.
આ રીતે યોજાયેલ સ્પોર્ટ્સ મીટ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહી હતી.






