DAHODGUJARATSINGVAD

દાહોદ જિલ્લાના સિંગવડમાં દૂધ સંજીવની યોજનાના દૂધના પેકેટો જંગલમાં ફેંકાયેલી હાલતમાં મળતા ચકચાર

તા.૦૨.૦૪.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Singvad:દાહોદ જિલ્લાના સિંગવડમાં દૂધ સંજીવની યોજનાના દૂધના પેકેટો જંગલમાં ફેંકાયેલી હાલતમાં મળતા ચકચાર

સિંગવડના કટારાની પાલ્લી ગામના જંગલ વિસ્તારમાં સરકારી દૂધનો જથ્થો બિનવારસી મળતા તંત્રની પોલ ખુલી કુપોષણમાં રાજ્યમાં મોખરે રહેલા દાહોદમાં આદિવાસી બાળકોના હકનું દૂધ બાળકોના પેટને બદલે જંગલમાં રઝળ્યું આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોના પોષણ માટેનું દૂધ જંગલમાં ફેંકી દેવાતા વહીવટી તંત્રની ગંભીર બેદરકારી શરમજનક દ્રશ્યો સામે આવ્યા જેમાં રખડતા કૂતરાઓ દૂધના પેકેટો તોડીને પી રહ્યા છે અને દૂધનો બગાડ થઈ રહ્યો છે દાહોદ જિલ્લામાં અવારનવાર સામે આવતી આવી ઘટનાઓ સરકારી યોજનાઓના અમલીકરણ સામે ઉભા કરી રહી છે સવાલો આ દૂધનો જથ્થો કયા હેતુથી અને કોના દ્વારા જંગલમાં ફેંકવામાં આવ્યો તે હાલ તપાસનો વિષય બન્યો છે કુપોષણ નિવારવા માટેની યોજનામાં આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક પગલાંની માંગ

Back to top button
error: Content is protected !!