GUJARATJUNAGADHKESHOD

માંગરોળ ખાતે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની યોજાઈ ડૉ.કેતન પરમારને વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન અપાયું

માંગરોળ ખાતે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની યોજાઈ ડૉ.કેતન પરમારને વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન અપાયું

માંગરોળ ખાતે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે “વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની” ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડૉ. કેતન પરમારને વિશ્વ રેકોર્ડ પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. કેતન પરમારે “યંગેસ્ટ ઓર્થોપેડિક સર્જન ટુ પરફોર્મ બાઈપોલર હેમીઆર્થ્રોપ્લાસ્ટી અન્ડર લોકલ એનેસ્થેશિયા”નો વિશ્વ રેકોર્ડ હાંસલ કરીને ચિકિત્સા ક્ષેત્રમાં એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમણે માત્ર ૨૦ મિનિટમાં ચાર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, જેમાં છેલ્લી સર્જરી માત્ર ૩ મિનિટ ૪૫ સેકન્ડમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ હોય છે, કારણ કે વિલંબ દર્દીના જીવન માટે જોખમી બની શકે છે. આ અનોખી કામગીરીના કારણે વિશ્વ રેકોર્ડ સર્જાયો છે અને તેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. કાર્યક્રમમાં મહાનુભાવો, તબીબી ક્ષેત્રના આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન સંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું ડૉ. કેતન પરમાર જુનાગઢ ખાતે આવેલી સાંગાણી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. હોસ્પિટલના ડૉ. સાંગાણીના જણાવ્યા મુજબ, ડૉ.કેતન પરમારને તેમની આ અદભુત સિદ્ધિ બદલ પદ્મશ્રી પુરસ્કાર માટે નોમિનેટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે કેશોદ ભારત વિકાસ પરિષદ, આઝાદ કલબ, જલારામ મંદિર કેશોદ તેમજ માંગરોળની વિવિધ એનજીઓ અને રાજકીય આગેવાનો દ્વારા પણ ડૉ.કેતન પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રમેશ જોષી દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!