MEHSANAVIJAPUR

વિજાપુર મુસ્લીમ સમાજે UCC બિલના વિરોધમાં શાંતિપૂર્ણ મૌન પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો

વિજાપુર મુસ્લીમ સમાજે UCC બિલના વિરોધમાં શાંતિપૂર્ણ મૌન પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના આદેશ અનુસાર વિજાપુર શહેર મુસ્લીમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં શુક્રવારે મસ્જિદો માં નમાજ પઢી લીધા બાદ જમણા હાથે કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ અને મૌન રહી પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદ તેમજ શાહી ઈદગાહ મસ્જીદ ના ઈમામ મોહમ્મદ શરીફ ખાસ ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન આપ્યું હતું. પ્રદર્શન દરમિયાન સંપૂર્ણ શાંતિ અને અનુશાસન જાળવવામાં આવ્યું હતું.
શુક્રવારની નમાજ દરમિયાન શહેરની મસ્જિદોમાં પણ નમાજીઓએ કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી UCC બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમાં મુસ્લિમ સમાજના આલીમો, મૌલવીઓ, મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે આ વિરોધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને બંધારણીય હક્કો હેઠળ કરવામાં આવ્યો છે.મુસ્લીમ સમાજના આ પ્રદર્શનને લઈ સમાજમાં એકતા અને જાગૃતિ જોવા મળી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!