મારીલા ગામે પ્રેમ સંબંધનો કરુણ અંત સાથે જીવશું સાથે મરીશું નું કોલ નિભાવી આપઘાત કર્યો

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મોરીલા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ સંબંધમાં જોડાયેલા યુગલે આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
આગળના દિવસે સવારમાં યુવકના ના પિતાએ તેમને ખાટલા પર ન જોઈ તપાસ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન તેઓ પગેરું લઈ ગામના ગૌચર વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં કેરડા ના ઝાડની ડાળીએ બંને યુવક-યુવતી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ ગામલોકોને કરવામાં આવી હતી અને તરત જ થરાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી પંચનામું કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
ખાસ નોંધનીય બાબત એ છે કે યુવતીની એક દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. સગાઈ બાદ જ તે રાત્રે ઘરેથી નીકળી ગઈ હતી અને પ્રેમી સાથે મળીને આ ગંભીર પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં ભારે શોક છવાઈ ગયો છે અને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.





