AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો

અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. આ વખતે પ્રતિ કિલો 1.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદમાં CNGનો નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. નોંધનીય છે કે 2026ની શરૂઆતમાં 1.21 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજો વધારો છે. અગાઉ 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો વધારો થયો હતો. જ્યારે હવે 2 એપ્રિલે મોટો વધારો કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ વધારા બાદ CNGનો ભાવ કુલ 2.60 રૂપિયા જેટલો વધી ગયો છે.
જો આપણે છેલ્લા સમયગાળાને ધ્યાનમાં રાખીએ તો 2025માં પણ CNGના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે કુલ 3.40 રૂપિયા જેટલો ભાવ વધ્યો હતો. જોકે 1 જાન્યુઆરી 2026ના રોજ અદાણી દ્વારા 1.21 રૂપિયાનો ઘટાડો કરીને ભાવ 81.17 રૂપિયા સુધી લાવવામાં આવ્યો હતો. પરંતુ આ રાહત લાંબા સમય સુધી રહી નહોતી. 23 જાન્યુઆરીએ ફરી 60 પૈસાનો વધારો કરીને ભાવ 81.77 રૂપિયા થયો. ત્યારબાદ 7 ફેબ્રુઆરીએ 50 પૈસાનો વધારો થતાં ભાવ 82.27 રૂપિયા પહોંચ્યો અને હવે તાજા વધારા બાદ 83.77 રૂપિયા થયો છે.





