GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ જેસીબીનો ફોટો પાડતા ખેડૂત પર ચાર શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

 

Halvad:હળવદ જેસીબીનો ફોટો પાડતા ખેડૂત પર ચાર શખ્સોનો હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

 

​હળવદ: હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક આધેડ ખેડૂત પર ખેતરના વિવાદ અને ફોટો પાડવા જેવી સામાન્ય બાબતે ચાર શખ્સોએ હુમલો કરી, ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.



​કૃષ્ણનગરમાં રહી ખેતીકામ કરતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ. ૫૦) એ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ​તેઓ જ્યારે પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા, ત્યારે ત્યાં આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી પોતાના ભાગમાં જેસીબી (JCB) મશીનથી કામ કરાવી રહ્યા હતા. ​અશ્વિનભાઈએ આ જેસીબીનો ફોટો પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.​આરોપીઓએ ખેડૂતનો કાંઠલો પકડી, બેફામ ગાળો આપી અને ઢીંકાપાટુનો માર માર્યો હતો. ​કેસ પાછો ખેંચવા દબાણ અને ધમકી ​ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારે ખેડૂત માર ખાઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓએ તેમને રોકીને ધમકી આપી હતી કે, “કોર્ટમાં જે કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે, નહીંતર તને જાનથી મારી નાખવો પડશે.”​પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે:​મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી,​જયદિપભાઈ રતિલાલ સોનગ્રા ,​મેહુલભાઈની પત્ની,​સવજીભાઈ છગનભાઈ ​હળવદ પોલીસે આ ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!