WAKANER:વાંકાનેર મહિલા શિક્ષિકાને ફોન પર વાત કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી, બે શખ્સો સામે ગુનો દાખલ




WAKANER:વાંકાનેર મહિલા શિક્ષિકાને ફોન પર વાત કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી, બે શખ્સો સામે ગુનો દાખલ
શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા અને શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા એક મહિલા શિક્ષિકાને બે શખ્સોએ ધાક-ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવાપરા (મહાદેવનગર) વિસ્તારમાં રહેતા અને અમરસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હીનાબેન મોહનભાઈ રોજાસરા (ઉ.વ. ૩૨) ને આરોપીઓએ નિશાન બનાવ્યા હતા.ફરિયાદમાં જણાવ્યા અનુસાર:આરોપી પ્રદિપ ધાંધલ (રહે. મેસરીયા, તા. વાંકાનેર) ફરિયાદી મહિલા પાસે રૂબરૂ આવ્યો હતો.
તેણે અન્ય આરોપી ગભરૂભાઈ ખાચર (રહે. અજમેર, જી. રાજકોટ) ને ફોન લગાડી હીનાબેનને તેની સાથે વાત કરવા દબાણ કર્યું હતું.જ્યારે મહિલા શિક્ષિકાએ અજાણ્યા શખ્સ સાથે વાત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે બંને આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ મામલે હીનાબેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.


