GUJARATPANCHMAHALSHEHERA

ગોધરાના કળશ સર્કલ પાસેથી ચોરીના ચાંદીના ઘરેણા સાથે શખ્સ ઝડપાયો

LCBએ ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલ્યો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી તથા જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની સૂચના મુજબ મિલ્કત સંબંધી ગુનાઓ ઉકેલવા કાર્યરત એલ.સી.બી. પી.આઈ. એ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ પોલીસે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકનો ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. એલ.સી.બી. સ્ટાફના યોગેશકુમાર અને અલ્પેશભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે કળશ સર્કલ પાસે વોચ ગોઠવી સોયેબ ઉર્ફે માટુંગા ઉર્ફે શીવા હુસેન ગુણીયા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી કુલ ₹૫૧,૭૪૭ની કિંમતના ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા જેની માલિકીના પુરાવા તે રજૂ કરી શક્યો નહોતો. પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, ગત તા. ૦૨/૦૪/૨૦૨૬ના રોજ સાંજે ગોધરા સોનીવાડમાં ઠક્કર ખમણ પાસે પાર્ક કરેલી એક મોટરસાયકલના હુક પર લટકાવેલી થેલીની તેણે ચોરી કરી હતી. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત સાથે વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!