GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઐતિહાસિક ન્યૂ પેલેસમાં આગ લાગી:ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ

 

MORBI:મોરબી ઐતિહાસિક ન્યૂ પેલેસમાં આગ લાગી:ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબૂ

 

​મોરબી: શહેરના સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ઐતિહાસિક ‘ન્યૂ પેલેસ’માં આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. મહેલના પહેલા માળે આવેલા રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.



​મળતી માહિતી મુજબ, ન્યૂ પેલેસના પહેલા માળે એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા મોરબી ફાયર વિભાગની ટીમ ૨ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.


​​ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહેલના ૨ થી ૩ અલગ-અલગ રૂમમાં આગને કારણે નુકશાન થયું છે. જોકે, આ આગમાં કુલ કેટલી મિલકતને નુકશાન થયું છે તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાણવા મળી નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!