
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં રોડના કામો શરૂ ન કરતા કોન્ટ્રાક્ટરો – અધિકારીઓ ને કઈ પડી નથી – જાગૃત નાગરિકો , રસ્તાના વર્ક ઓડર માટે જાગૃત નાગરિકે RTI કરી.?
સરકાર ધ્વારા રોડ રસ્તાને લઈ વિવિધ જગ્યાએ લાખો રૂપિયા કામો મંજૂર કરવામાં આવ્યા છે અને આ કામો નેતાઓ પોતે ખાતમુહૂર્ત પણ કરતા હોય છે પરંતુ રોડ રસ્તાના કામો સમયસર શરૂ ન થતા કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે
વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારમાં કેટલાક રોડ રસ્તાના કામો પૂરા પણ થઈ ગયા પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર કોન્ટ્રાક્ટરો ધ્વારા રોડની સાઇડ ખોદી નાખી એજ માટી રોડની કિનારે પાથરી દીધા પછી મહિનાઓ વીતવા છતાં કોન્ટ્રાક્ટરો કામ કરવા ફરકતા નથી જ્યારે રોડ રસ્તાના કામ ને લઇ પૂછવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે રોડનું કામ થઈ જશે.સાહેબો ને ખબર છે કે ક્યારનું કામ મંજૂર થઈ ગયું છે છતાં સમયસર પૂરું કરવામાં કેમ નથી આવતું..?
બીજી તરફ નવાગામ થી છીટાદરા રસ્તાનું કામ શરૂ કરતા રોડ રસ્તાને લઈ શંકા ઉપજતા નવાગામના જાગૃત નાગરિકો રોડ રસ્તાને લઈ કોન્ટ્રાકટરો ને સવાલો કર્યા કે આ રસ્તો કેટલા કિમી નો આરસીસી રોડ છે અને વર્ક ઓડર મુજબ કામ થાય છે કે નહીં તેવા સવાલો કરી અને વર્ક ઓડર અમને બતાવજો છતાં કોઈ વર્ક ઓડર પણ બતાવતા નથી અને કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે અને જવાબદાર તંત્ર એક બીજા ને ખો આપી દે છે. ત્યારે મેઘરજ તાલુકાના કેટલાય વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાનું કામ શરૂ કર્યા પછી પણ રોડનું કામ આજે પણ પૂર્ણ થયું નથી વાત કરવામાં આવે તો ખાખરીયા થી તરકવાડા એપ્રોચ રોડ જે માત્ર 970 મીટર છે છતાં છેલ્લા કેટલાય સમયથી રખડી પડ્યો છે રસ્તો, ઊંચાથી નવાઘરા સુધીનો રસ્તો એ પણ છેલ્લા કેટલાય સમયથી રખડી પડ્યો છે જે રસ્તા પર મેટલ ના ઢગ કરી દેવામાં આવ્યા હતા અને મહિના સુધી પડી રહ્યા અનેક રજૂઆત બાદ મેટલ સમતલ કરવામાં આવી છતો હજુ પણ કામ શરૂ ન થયું. આવું કેમ રોડ રસ્તા માટે સરકાર લાખો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાકટરોની બેદરકારી ને લઇ રોડ રસ્તાનું કામ સમસર પૂરું થતું નથી. અધિકારીઓ માર્ચ એન્ડિગ ને લઇ બિલો પાસ કરાવવામાં ઝડપ રાખે છે તો રોડ રસ્તાના કામો સમયસર પૂરા કરાવવા એ કેમ ઝડપ નથી રાખતા જેવા અનેક સવાલો ઊભા થયા છે.





