
વિજાપુર શોભાસણ ટેચાવા હાઇવે પર ગફલતભર્યો અકસ્માત : બેના કરુણ મોત, એક ગંભીર
શોભાસણ-ટેચાવા રોડ પર ટ્રકની ટક્કરથી બાઈક સવાર ભોગ બન્યા
ફરાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ, પોલીસે તપાસ હાથ ધરી
વિજાપુર તા
વિજાપુર તાલુકા વિસ્તારમાં આવેલ શોભાસણથી ટેચાવા વચ્ચેના હાઇવે રોડ પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
મૃત્યુ પામેલ બે ઈસમો
ઇજાગ્રસ્ત યુવક
પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા ના વડાલી પહાડી પોલ ગામના તમાકુનું સેમ્પલ લઈને સવાર ના સુમારે બાઈક પર વાઘેલા અમૃતજી પુંજાજી અને વાઘેલા બાલાભાઈ મનાભાઈ પોતાના કામસર જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી ટાટા કંપનીની ટ્રક (નં. જીજે ૧૨ બી વાય ૧૩૯૧)ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ વાઘેલા અમૃતજી પુંજાજી અને વાઘેલા બાલાભાઈ મનાભાઈને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતમાં સાથે રહેલા વાઘેલા (ઠાકોર) રણજીતજી પોપટજીને પણ ગંભીર ઇજાઓ થતાં પ્રથમ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. લાડોલ પોલીસે ટ્રક મૂકી નાસી જનાર ચાલક સામે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.






