BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ સબજેલમાંથી 4 મોબાઈલ મળ્યા: બાથરૂમની દીવાલમાં સંતાડેલા ફોન મળતા સુરક્ષા ભંગની તપાસ

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ સબજેલમાં સુરક્ષા વ્યવસ્થાનો ભંગ થયો છે. જેલમાંથી એકસાથે ચાર મોબાઈલ ફોન મળી આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અચાનક કરાયેલી તપાસ દરમિયાન આ મોબાઈલ ફોન બેરેકના બાથરૂમની ઉપરની દીવાલમાં સંતાડેલા મળ્યા હતા. ઝડતી સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક તપાસમાં જેલની સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવી છે. કડક સુરક્ષા હોવા છતાં આ મોબાઈલ ફોન જેલની અંદર કેવી રીતે પહોંચ્યા તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને જેલ પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. જે બેરેકમાંથી મોબાઈલ મળ્યા છે, તેમાં રહેલા 33 કેદીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. મોબાઈલ કોણ લાવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થતો હતો અને તેમાં કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર મામલે ભરૂચ શહેર ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ મળવાના બનાવો બન્યા હોવાથી, આ ઘટનાએ ફરી એકવાર જેલની સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!