GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ૭ દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન

 

 

MORBI:મોરબીના શ્રી ખોખરા હનુમાનજી મંદિર ખાતે ૭ દિવસીય નિઃશુલ્ક નેચરોપેથી શિબિરનું આયોજન

 

​મોરબી: મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી દેવીજી દ્વારા સંસ્થાપિત શ્રી ખોખરા હનુમાનજી મંદિર (બેલા–ભરતનગર રોડ) ખાતે પૂજ્ય મા દ્વારા સંચાલિત ‘કેશવ કાયાકલ્પ કેન્દ્ર’ દ્વારા આગામી તારીખ ૦૯/૦૪/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ દરમિયાન એક વિશેષ નેચરોપેથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.


​આ શિબિરમાં ગ્રીન ડૉ. રાજેશભાઈ પટેલ દ્વારા સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ભોજન પ્રથા (Natural Diet System) અને પ્રાકૃતિક આહાર દ્વારા દવાઓ વગર સ્વાસ્થ્ય સુધારવાનો છે. ૭ દિવસની આ સંપૂર્ણ નિઃશુલ્ક શિબિરમાં વજન ઘટાડવા, શરીરને ડિટોક્સ કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માંગતા લોકો લાભ લઈ શકશે.​શિબિરના સમયપત્રક મુજબ, સવારે ૬ વાગ્યાથી યોગ-પ્રાણાયામ સાથે દિવસની શરૂઆત થશે, ત્યારબાદ તજજ્ઞોના પ્રવચન, ગ્રીન જ્યુસ, ફળાહાર અને રસાહારનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે રાસ-ગરબા જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે. થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવી બીમારી ધરાવતા લોકોએ પોતાના રિપોર્ટ સાથે રાખવા તથા અસાધ્ય બીમારીના કિસ્સામાં અગાઉથી જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
​મોરબીની જનતાને આ સોનેરી તકનો લાભ લઈ સ્વસ્થ જીવન તરફ ડગ માંડવા માટે આયોજકો દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!