GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘બાબુ લાઈમ’ના નામે નકલી ચુનાનું વેચાણ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

MORBI:મોરબીમાં ‘બાબુ લાઈમ’ના નામે નકલી ચુનાનું વેચાણ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

 

​મોરબી: શહેરના બજારમાં બ્રાન્ડેડ પ્રોડક્ટના નામે ડુપ્લીકેટ માલ પધરાવવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પ્રખ્યાત ‘બાબુ લાઈમ’ (બાબુ ખાવાનો ચુનો) બ્રાન્ડના કોપીરાઈટ લેબલ અને ડિઝાઈનનો દુરુપયોગ કરી નકલી ચુનાનું વેચાણ કરતા બે શખ્સો સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.



​રાજકોટના ઉદ્યોગનગર કોલોનીમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યોગેશભાઈ ધીરજલાલ પરમારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ‘બાબુ લાઈમ પ્રા.લી.’ પાસે વર્ષ 2013થી પોતાના પેકિંગ અને લખાણના કોપીરાઈટ રજીસ્ટ્રેશન છે. કંપની દ્વારા ‘સ્પેશ્યલ ફોડેલો ચુનો’ અને ‘બાબુ પાર્સલ’ ના લખાણ સાથે જે વિશિષ્ટ પેકિંગ કરવામાં આવે છે, તેની આબેહૂબ નકલ કરીને બજારમાં નકલી માલ વેચવામાં આવતો હોવાની વિગતો સામે આવી હતી.તપાસ દરમિયાન આરોપી અરવિંદભાઈ છગનભાઈ કાસુંન્દ્રા (રહે. શ્રીકુંજ સોસાયટી, કેનાલ રોડ, મોરબી) પાસેથી બાબુ પાર્સલના લેબલની નકલ કરેલા ચુનાના કુલ 38 થેલા મળી આવ્યા હતા.​કુલ કિંમત: ₹13,300 (એક થેલાની કિંમત ₹350 લેખે) પ્રાથમિક તપાસમાં આ માલ વાંકાનેરના સુનિલભાઈ નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું ખૂલ્યું છે.મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ અધિનિયમ 1957ની કલમ 63 અને 64 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!