GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર ૧૦૮ની ટીમ દ્વારા શ્વાસની તકલીફથી પીડાતી ૨૦ વર્ષીય યુવતીનો જીવ બચાવ્યો

 

WAKANER:વાંકાનેર ૧૦૮ની ટીમ દ્વારા શ્વાસની તકલીફથી પીડાતી ૨૦ વર્ષીય યુવતીનો જીવ બચાવ્યો

કહેવાય છે કે ‘સેવા એ જ પરમો ધર્મ’, આ ઉક્તિને વાંકાનેર વિસ્તારની ૧૦૮ ઈમરજન્સી સેવાએ ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. ત્વરિત પ્રતિસાદ અને યોગ્ય પ્રાથમિક સારવારને કારણે એક ૨૦ વર્ષીય યુવતીને સમયસર હોસ્પિટલ પહોંચાડી નવજીવન આપવામાં આવ્યું છે.

 



​આજે તા. ૦૮/૦૪/૨૦૨૬ના રોજ સવારે વાંકાનેરના તિથવા લાલસા નાગર વિસ્તારમાં રહેતા કુંજલબેન મણીભાઈ (ઉંમર ૨૦) ને અચાનક તબિયત લથડી હતી. તેઓને સખત તાવ, ઉલ્ટી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગતા પરિવાર ગભરાઈ ગયો હતો. પરિવારે વિલંબ કર્યા વગર સવારે ૧૦:૦૭ વાગ્યે ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.

​કોલ મળતાની સાથે જ વાંકાનેર લોકેશનની ૧૦૮ ટીમના EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દર્દીની ગંભીર હાલત જોઈને: RECP ડૉ. રિચી મેડમના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ જરૂરી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીની સ્થિતિ સ્થિર કરી તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.​સમયસર મળેલી સારવારને કારણે યુવતીની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. ૧૦૮ની ટીમની આ સતર્કતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની સ્થાનિકો અને પરિવારજનો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. કટોકટીની પળોમાં ૧૦૮ ટીમની આ ઝડપી કામગીરીએ સાબિત કર્યું છે

Back to top button
error: Content is protected !!