MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):શિખામણ કાળ બની: માળિયામાં પુત્રએ ૮૫ વર્ષીય પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

 

 

MALIYA (Miyana):શિખામણ કાળ બની: માળિયામાં પુત્રએ ૮૫ વર્ષીય પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

 

સામાન્ય રીતે પિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠપકો આપતા હોય છે, પરંતુ માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામે આ ઠપકો એક પિતા માટે કાળ સાબિત થયો છે. કામધંધા બાબતે પિતાએ આપેલી શિખામણથી ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના જ 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.



​મળતી માહિતી મુજબ, મોટાભેલા ગામે રહેતા પ્રવિણભાઇ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી નામના શખ્સને તેના પિતા જીવણભાઈ સોમાણીએ કામધંધો કરવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો પુત્રને મનદુઃખ સમાન લાગ્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી પ્રવિણે તેના પિતા પર કુહાડી વડે હિંસક હુમલો કર્યો હતો.​આ હુમલો એટલો ભયાનક હતો કે નરાધમ પુત્રએ પિતાના બંને પગના કાંડા કુહાડીના ઘા મારીને વાઢી નાખ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

​આ અંગે મૃતકના અન્ય પુત્ર ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ પ્રવિણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે હત્યા (કલમ 302) મુજબ ગુનો નોંધી આરોપી પુત્રને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!