AHAVADANGGUJARAT

બાળકોના હક્કો અને સુરક્ષા માટે ડાંગ બાળ કલ્યાણ સમિતિ સતર્ક: આહવામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા આજરોજ આહવા ખાતે આવેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, PWD કોલોનીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અનાથ તેમજ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોના સર્વાંગી વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.સમિતિ દ્વારા સંચાલિત સંસ્થામાં રહેતા બાળકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ જુવેનાઈલ જસ્ટિસ (JJ) એક્ટ હેઠળ સુલભ બને તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠક દરમિયાન ખાસ કરીને બાળકોના હક્કો, સુરક્ષા અને કલ્યાણના મુદ્દાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા હતા.આ પ્રસંગે સી.ડબલ્યૂ.સી.ના ચેરમેન કિશોરભાઈ પટેલ તેમજ સમિતિના સભ્યોએ આશ્રિત બાળકોના વાલીઓ સાથે બેઠક યોજી હતી.જેમાં બાળકોના વિવિધ પ્રશ્નો, જરૂરિયાતો અને ભવિષ્યના વિકાસ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓને બાળકોની વિશેષ કાળજી અને યોગ્ય સંભાળ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.આ બેઠક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અને સુરક્ષિત ભવિષ્ય માટે સંકલિત પ્રયાસોને વધુ મજબૂતી મળી હોવાનું પ્રતિબિંબિત થાય છે.

Back to top button
error: Content is protected !!