GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા સંભળાવી

 

MORBI:મોરબીમાં ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા સંભળાવી

 

પૈસા ચુકવવામાં કસુર કરેતો વધુ ૯૦-દિવસ ની સજા ફટકારવા નો મોરબી કોર્ટ નો આદેશ.

આ કામ માં ફરીયાદી નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ટુંડીયા એ સંબંધ દાવે કોકીલાબેન અરજણ ભાઈ વાઘેલા ને રૂા. ૧,૯૦,૦૦૦/- એક લાખ નેવું હજાર પૂરા હાથ ઉછીનાં આપેલ ત્યારબાદ આરોપી ફરીયાદી ની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદી એ મોરબી ની નામદાર કોર્ટ માં કેસ.નં-૫૯૧૯/ ૨૦૨૦ થી ઘી- નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-૧૩૮ અન્વયે ફરીયાદ કરતા સદરહું ફરીયાદ શ્રી મોરબી ના મહે.બીજા એડી.ચીફ જયુડી.મજી. સાહેબ ની કોર્ટ માં ચાલી જતા શ્રી મોરબી ના મહે.બીજા એડી.ચીફ જયુડી.મજીસ્ટ્રેટ(જે.જે.જોષી) સાહેબ એ આરોપી ને ૧-વર્ષ ની સખત કેદ ની સજા તથા ફરીયાદ ની તારીખ થી ૬% વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતર ની રકમ ન ચુકવવા માં કસુર કરે તો વધુ ૧-(એક) વર્ષ ની વધારા ની સખત કેદ ની સજા નો હુકમ કરેલ આ કામ માં ફરીયાદ પક્ષે “કોટક લો ચેમ્બર” ના સિનિયર વકીલશ્રી નિકુંજ પી.કોટક હેઠળ પ્રેકટીસ કરતા વકીલશ્રી હિરેન ડી.ગોસ્વામી, તથા વકીલશ્રી હાર્દિક ડી.ગોસ્વામી, વકીલશ્રી વિશાલ પી.ચાવડા તથા રોકાયેલા હતા.

(2- બિજા કેશમાં) મોરબી ચેક રીર્ટન કેસ માં આરોપી ને ૧-વર્ષ ની કેદ અને ડબલ રકમ ચુકવવા નો હુકમ.

પૈસા ચુકવવામાં કસુર કરેતો વધુ ૯૦-દિવસ ની સજા ફટકારવા નો મોરબી કોર્ટ નો આદેશ.

આ કામ માં ફરીયાદી નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ટુંડીયા એ પાડોસી ના સંબંધ દાવે ભાવનાબેન ઘનશ્યામભાઈ કુરયા ને રૂા.૨,૫૦,૦૦૦/- બે લાખ પચાસ હજાર પૂરા હાથ ઉછીનાં આપેલ ત્યારબાદ આરોપી ફરીયાદી ની લેણી રકમ ચુકવવામાં નિષ્ફળ જતા ફરીયાદી એ મોરબી ની નામદાર કોર્ટ માં કેસ.નં-૮૨૨૮/ ૨૦૨૨ થી ઘી-નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ-૧૩૮ અન્વયે ફરીયાદ કરતા સદરહું ફરીયાદ શ્રી મોરબી ના મહે.એડી.ચીફ જયુડી.મજી.ફર્સ્ટ કલાસ સાહેબ ની કોર્ટ માં ચાલી જતા શ્રી મોરબી ના મહે.એડી.ચીફ જયુડી.મજી.ફર્સ્ટ કલાસ સાહેબ એ આરોપી ને ૧-વર્ષ ની કેદ તથા ડબલ રકમ ચુકવવા તથા ફરીયાદ ની તારીખ થી ૯% વ્યાજ વળતર પેટે ચુકવવી આપવા હુકમ કરેલ અને જો વળતર ની રકમ ન ચુકવવા માં કસુર કરે તો ૯૦-દિવસ ની વધારા ની સજા નો હુકમ કરેલ આ કામ માં ફરીયાદ પક્ષે “કોટક લો ચેમ્બર” ના સિનિયર વકીલશ્રી નિકુંજ પી.કોટક હેઠળ પ્રેકટીસ કરતા વકીલશ્રી હિરેન.ડી.ગોસ્વામી, તથા વકીલશ્રી હાર્દિક.ડી.ગોસ્વામી,વકીલશ્રી વિશાલ.પી.ચાવડા તથા વકીલશ્રી અશોક.એલ.દામાણી તથા જુનીયર વકીલશ્રી પુજા ડી.આચાર્ય રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!