
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજમાં ટ્રાફિક સમસ્યા યથાવત, ચૂંટણી માહોલ વચ્ચે લોકો પરેશાન – મેઘરજની ટ્રાફિક પોલીસ ઊંઘમાં..!!! આમ જનતા પરેશાન

અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. હાલ ચૂંટણીના માહોલ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોનો અતિરેક વધતા રસ્તાઓ પર અડિંગો સર્જાઈ રહ્યો છે.ખાસ કરીને માલપુર ચોકડી તેમજ ગ્રીન પાર્ક વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે નહીં તે અંગે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.જાગૃત નાગરિક દ્વારા ગ્રીન પાર્ક વિસ્તારમાં ઉભી થયેલી ટ્રાફિક સમસ્યાની જાણ કરવામાં આવતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ મેઘરજ પોલીસ દ્વારા ગ્રીન પાર્ક ચોકડી પર પહોંચીને ટ્રાફિક જામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સ્થાનિકો દ્વારા અહીં સ્થાયી ટ્રાફિક કંટ્રોલ પોઇન્ટ મૂકવાની માંગ ઉઠી રહી છે જેથી આવી સમસ્યાઓને લાંબા ગાળે નિયંત્રણમાં લઈ શકાય.




