GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ફાઇનાન્સ કંપનીની દાદાગીરી: હોમ લોનનો હપ્તો મોડો પડતા વેપારીને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો

 

​MORBI:મોરબીમાં ફાઇનાન્સ કંપનીની દાદાગીરી: હોમ લોનનો હપ્તો મોડો પડતા વેપારીને રસ્તા વચ્ચે ઢોર માર માર્યો

 

​મોરબી: મોરબી શહેરમાં ફાઇનાન્સ કંપનીઓના કર્મચારીઓ દ્વારા ઉઘરાણીના નામે ગ્રાહકોને ત્રાસ આપવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોનનો હપ્તો ભરવામાં વિલંબ થતા હિન્દુજા ફાઇનાન્સના કર્મચારીએ એક વેપારીને જાહેરમાં ગાળો ભાંડી, ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.



​રવાપર રોડ પર આવેલા શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય વેપારી મેહુલકુમાર પરસોત્તમભાઈ ધોરીયાણીએ હિન્દુજા ફાઇનાન્સ બેંકમાંથી હોમ લોન લીધેલી છે. આ લોનનો હપ્તો ભરવામાં થોડું મોડું થતા, ગઈકાલે તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ બેંકના કર્મચારી શીવુભા દરબારે વેપારીને ફોન પર બિભત્સ ગાળો આપી હતી.​ત્યારબાદ કર્મચારીએ વેપારીને સરદાર બાગ સામે આવેલા બંધ પેટ્રોલ પંપ પાસે મળવા બોલાવ્યા હતા. વેપારી ત્યાં પહોંચતા જ: આરોપી શીવુભા દરબાર અને એક અજાણ્યા શખ્સે વેપારી સાથે ઉગ્ર બોલાચાલી કરી.કોઈ પણ જાતના ડર વગર બેફામ ઢીકાપાટુનો મુઢમાર માર્યો.ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.ભોગ બનનાર વેપારીએ આ અંગે હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી શીવુભા દરબાર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ ચક્રો ગતિમાન કર્યા છે.​જૂની રજૂઆતો છતાં સ્થિતિ જૈસે થી ​ઉલ્લેખનીય છે કે, ૦૭ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા આરબીઆઈ (RBI) ગવર્નરને પત્ર લખીને ફાઇનાન્સ કંપનીઓની આવી અમાનવીય વસૂલાત પદ્ધતિઓ સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ તાજેતરની ઘટનાએ સાબિત કર્યું છે કે રિકવરી એજન્ટોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!