MORBI:મોરબી મનપા ચૂંટણી: વોર્ડ નં-૦૯ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોસનાબેન ઝાલરીયાએ નોંધાવી ઉમેદવારી

MORBI:મોરબી મનપા ચૂંટણી: વોર્ડ નં-૦૯ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોસનાબેન ઝાલરીયાએ નોંધાવી ઉમેદવારી
મોરબી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે વોર્ડ નં.-૦૯ માંથી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ તરીકે જોસનાબેન જિતેન્દ્રભાઈ ઝાલરીયા (પ્રીતમ ડિજિટલ સ્ટુડિયો વાળા)એ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે.
નવા વિકાસના દ્રષ્ટિકોણ અને જનસેવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા જોસનાબેન ઝાલરીયાએ જણાવ્યું હતું કે, તેઓ શહેરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. ખાસ કરીને વોર્ડના પાયાના પ્રશ્નો જેવા કે સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા અને આધુનિક માળખાગત સુવિધાઓ લોકો સુધી પહોંચાડવી એ તેમની પ્રાથમિકતા રહેશે.લોકોની સમસ્યાઓને નજીકથી સમજીને તેનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ ચૂંટણી પ્રચારમાં આગળ વધી રહ્યા છે. વોર્ડ નં.-૦૯ ના મતદારોમાં પણ નવા ચહેરા અને વિકાસલક્ષી અભિગમને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.








