GUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

હાલારની એક દીકરી જ્ઞાતિ માટે ગૌરવ બની

સ્પોર્ટ્સ, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્ર બહુવિધ પ્રતિભા દેવાંશી પાગડાને જ્ઞાતિ પ્રતિભા એવોર્ડ એનાયત

પટેલ સમાજની દીકરી અને શાળા નં. 18, જામનગરની વિદ્યાર્થીની દેવાંશી દિપકભાઈ પાગડા એ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ મેળવી દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દેવાંશી એ કરાટે રમત-ગમત ક્ષેત્રમાં 2 આંતરરાષ્ટ્રીય તથા 9 રાષ્ટ્રીય સ્તરના વિજયો સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ઉપરાંત, તેમણે કુસ્તી, કુરાશ, ટેક્વોન્ડોમા જિલ્લા કક્ષાએ સુવર્ણ ચદ્રકો તથા શિક્ષણ ક્ષેત્રમાં સી.ઇ.ટી., મેથ્સ ઓલ્મ્પિયાડ, સાયન્સ, પી.એસ.સી, એન.એમ.એમ.એસ. મા પ્રથમ ક્રમ (First Rank) મેળવ્યો છે તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એકપાત્રીય અભિનય, વક્તવ્ય, લોકવાર્તા અને ક્વીઝ માં જિલ્લા સ્તરે પ્રથમ ક્રમ (District First Rank) હાંસલ કર્યો છે.
આવી બહુમુખી સફળતા તેમની અવિરત મહેનત, શિસ્ત, સમય સંચાલન અને દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સિદ્ધિઓ યુવા પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહી છે. રમત, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે પ્રોત્સાહનથી આવી પ્રતિભાઓ આગળ વધે તે માટે
લેઉવા પટેલ સમન્વય ટ્રસ્ટ જામાનગરે દેવાંશી દિપકભાઈ પાગડાને જ્ઞાતી રત્ન પ્રતિભા એવોર્ડ આપી સન્માનિત કરી હતી. આ એવોર્ડ જ્ઞાતિના આગેવાનો, ટ્રસ્ટ પ્રમુખશ્રી, સદસ્યો, દાતાશ્રીઓ અને સામાજિક અગ્રાણીઓ ની વિશાળ હાજરીમાં આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!