GUJARATTHARADVAV-THARAD
એસટી ડેપોમાં યુવક બેભાન, GRD અધિકારીની ચાકચિકીથી બચ્યો જીવ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ જી.આર.ડી તાલુકા માનદ અધિકારી લાલમહોમદ જુનેજા ગતરોજ થરાદ એસ.ટી ડેપોમાં ડ્યુટી પર હતા તે સમય દરમિયાન થરાદના કરબુણ ગામનો એક યુવક થરાદ થી અમદાવાદ તરફ જવા માટે થરાદ એસ.ટી ડેપોમાં આવેલ હતો ત્યારે તે યુવક બાંકડા પર બેઠો બેઠો અચાનક ઢળી પડી અને મોઢા માંથી ફીણ આવવા લાગતાં માનદ અધિકારી તાત્કાલિક દોડી આવી નીચે સુવડાવી પોતાના ફોનથી ૧૦૮ ને જાણ કરતાં તાત્કાલિક ૧૦૮ ની ટિમ પણ દોડી આવી હતી અને યુવકને સરકારી હોસ્પિટલ ખસેડયો હતો જોકે એસ.ટી ડેપો માં હાજર લોકોએ જી.આર.ડી ના અધિકારીની કામગીરી ને બિરદાવી હતી.




