MORBI:મોરબી જૂના ઘૂંટુ રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે ટાટા હેરિયર કાર ઝડપાઈ, એક શખ્સની ધરપકડ




MORBI:મોરબી જૂના ઘૂંટુ રોડ પરથી લાખોના વિદેશી દારૂ સાથે ટાટા હેરિયર કાર ઝડપાઈ, એક શખ્સની ધરપકડ

મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે જૂના ઘૂંટુ રોડ પર સ્મશાન નજીક વોચ ગોઠવી એક લક્ઝરી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ તરફથી એક ટાટા હેરિયર કાર (નંબર: GJ-03-MB-5847) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને જૂના ઘૂંટુ રોડ મારફતે મોરબી તરફ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્મશાન પાસે આડસ ઉભી કરી તપાસ હાથ ધરી હતી.તલાશી લેતા કારની પાછળની સીટ તેમજ ડેકીના ભાગેથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ૧૭૭૬ બોટલો મળી આવી હતી.
કુલ મુદ્દામાલની વિગત:પોલીસે આ કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:વિદેશી દારૂ: ૧૭૭૬ બોટલ (કિંમત રૂ. ૬,૧૩,૨૦૦/-)ટાટા હેરિયર કાર: (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-)મોબાઈલ ફોન: ૨ નંગ (કિંમત રૂ. ૬૫,૦૦૦/-)
કુલ મુદ્દામાલ: રૂ. ૧૧,૭૮,૨૦૦/-આરોપીઓની ધરપકડ અને ગુનો: પોલીસે સ્થળ પરથી રાજકોટના તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા (રહે. ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા મેઈન રોડ) ને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજકોટના સિરાજભાઇ રજાકભાઇ લીંગડીયા એ મંગાવ્યો હતો.પોલીસે પકડાયેલ આરોપી, દારૂ મોકલનાર અજાણ્યો શખ્સ અને દારૂ મંગાવનાર સિરાજ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




