AHMEDABADGANDHINAGARJAMNAGARJOTANAKALAVADLALPUR

રસપ્રદ=હાલારના જોડીયા પંથકમાં ચુંટણીની રૂતુ અંગે અહેવાલો-પ્રતિક્રીયા

 

ભારત આઝાદ થયુ ત્યારથી  તે અત્યાર સુધી હજુય  ગરીબી બેકારી મોંઘવારી ઉપર ચુંટણી લડાય છે અને જીતાય છે

………તેમજ

મારૂ મારા બાપનુ

ને તારો મારો ભાગ

@ લોકોની સમશ્યાઓ હોય તે તમામ નો હલ ન કરાય નહીતર આપણને પુછશે કોણ……..

તકનો લાભ ન લે તે રાજકારણમાંથી ખોવાય જાય

 

આવા અનેક વાક્યો વચનોની ભરમાળ સોગંદ લેવાના નાટક વગેરે હવે પ્રજા માટે જરાય નવા નથી

ખૂબીની વાત એ છે કે આઝાદીના ૭૭ વર્ષ પછી પણ હજુ ય

પીવાનુ પાણી આપશુ

નિયમીત આપશુ-ચોખ્ખુ આપશુ

એ વચનો ઉપર હજુય સ્થાનીક સ્વરાજ્યની  ચુંટણી લડાય છે અને જીતાય પણ છે

ત્યારે

આ માહોલ વચ્ચે  હાલની પંચાયત પાલીકા મહાપાલીકાઓની ચુંટણીની પાંચવા મોસમ પ્યારકા….નહી પણ નવી રૂતુ ની જેમ સીઝનની જેમ આવી છે

જોડીયાના જાગતા પ્રહરી રમેશ ટાંક એ લોકોમાં થતી વાતચીત જોવા મળેલો માહોલ રાજકીય પક્ષોએ આપેલી વિગતો… આ બધુ જ એકત્ર કરી જુદા જુદા અહેવાલ બનાવ્યા છે તે રસપ્રદ છે

 

 

દેશભરમાં ૧ એપ્રિલ નો દિવસ લોકો ને મૂર્ખ બનાવા તરીકે ઉજવણી / દર પાંચ વર્ષે મતદારો નો _!
જોડિયા :- લોકશાહી ના નામે રાજય ની સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણી એપ્રિલ ની ૨૪ ના રોજ ઉજવાશે. મતદાન પૂર્વ દરેક રાજકીય પક્ષો ના ઉમેદવારો માટે પક્ષ ના નેતાઓ દ્વારા ચુંટણી પ્રચાર ના માધ્યમ ની મતદારો ને રિઝવવા માટે વિકાસ ના નામે વચનોનો પટારા ખોલવાના છે.કાર્યકતા અને નેતાઓ પણ પોતાના પક્ષ માટે ઈમાનદાર રહયાં નથી રાજકારણ અવસરવાદ ની જનની છે કયારે પક્ષપલટો કરે ઈશ્વર તો શું_? મતદારો ને ખબર નથી પડતી. દેશ માં ચાર શ્રૃતું જોવા મળે છે અને પાંચમી શ્રૃતું જે પાંચ વર્ષ માં એક વાર પક્ષ ના ઉમેદવાર અને મતદારો માટે. લોકસભા, વિધાનસભા,મહાનગરપાલિકા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતો. ગામલોકો દરેક ચુંટણી પોતાના કિમતી મત નો ઉપયોગ કરીને ઉમેદવારો ને સત્તા ના સિહાસન પર બેસાડે છે. લોકશાહીનું ૭૮ વર્ષ ચાલી રહયું છે. જોડિયા સહિત રાજયના ગામડાઓ ભાગી રહયાં છે અને મતદારો નું પલાયન શહેરો તરફ રુુઝાન દિવસે દિવસે વધવામાં છે. આ છે મતદારો નો પ્રવિત્ર અને કિમતી મત ની કુરબાની , ચુંટણી જીતેલા ઉમેદવારો માટે ” ચાર દિન કી ચાંદની અને મતદારો માટે અંધેરી રાત જેવી ” _!

_________________

દેશની લોકશાહી માં ભાજપા ને પરિવાર વાદ નું ગ્રહણ _!
જોડિયા :- કેન્દ્ર માં ભાજપા ૧૫ વર્ષ અને ગુજરાત માં ૩૩ વર્ષ થી વધારે સત્તા સ્થાને. દરેક ચુંટણી દરમિયાન ભાજપા બીજા પક્ષો પર પરિવારવાદ નો આરોપ મૂકે છે. પરતું ભાજપા પણ પરિવાર વાદ ના ગ્રહણ થી મુક્ત નથી. ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્યની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ચુંટણી ના ઉમેદવારો ની નામો ની જાહેર થતાં પરિવાર વાદ ની ઝલક જોવા મળેલ. ખાસ કરીને જોડિયા તાલુકા પંચાયત ની જોડિયા ની તણ બેઠક નુ સમીકરણ જાતિગત આધારિત ઉમેદવારો પરિવાર વાદ ને પ્રોત્સાહન આપી રહ્યાં છે.જાહેર થયેલ યાદી પ્રમાણે જોડિયા ૧ નંબર ની બેઠક ના ઉમેદવાર (૧) શ્વેતા બેન વિજયભાઈ છત્રોલા.જે એક વાર કોગ્રેસ માં ચુંટાઈ ને તાલુકા પંચાયત ના પ્રમુખ બન્યા. જે થોડાં દિવસ બાદ ભાજપા નો ખેસ ધારણ કરેલ.ભાજપા એ બીજીવાર ચુંટણી ના ઉમેદવાર બનાવ્યા. જોડિયા બે નંબર ની બેઠક માટે બાબુ બેન મંગાભાઇ ધાંગિયા.ઉમેદવાર તેના પતિ દેવ મંગાભાઇ ધાંગિયા જે વિસર્જન થયેલ તાલુકા પંચાયત બોડી ના ઉપપ્રમુખ તરીકે સેવા આપેલ. ૩ નંબર ની બેઠક ના ઉમેદવાર ઈમરાન સિદિક સમેજા. જે પહેલીવાર ભાજપા એ તક આપ્યો છે. જયારે અન્ય ૧૩ બેઠક પર ઉમેદવાર માં પરિવાર વાદ થી મુક્ત છે કે નહી. _? માહિતી અભાવ ને કારણે આંકલન થય શકેલ નથી. જીલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી બેઠક પર ત્રિંપાખયા નો સંગ્રામ જોવા મળશે. કોગ્રેસ, ભાજપા. અને આપ વચ્ચે મતદારો કેના પર મત ના અભિષેક કરશે. ચુંટણી ના પરિણામ ની રાહ જોવી પડશે. _!

_____________

તાલુકા પંચાયત ની ચુંટણી પૂર્વ જોડિયા વિસ્તારમાં રાજકારણ ગરમાયું / આપે કોગ્રેસ અને ભાજપા ના કાંકરા ખેરયા. _!
જોડિયા :- રાજય માં સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણી યોજાય તે પહેલાં પક્ષો દ્વારા જોડ-તોડ નો નવા સમીકરણ માટે સક્રિય.દરેક ચુંટણી સમય પક્ષના અસંતુષ્ટો પોતાની જાત બતાવવામાં અવસર ચુકતા નથી આવું જ જોડિયા માં ચુંટણી ના માહોલ વચ્ચે નવા-જુની નો અનુભવ મતદારો કરી રહ્યાં છે.જોડિયા તાલુકા પંચાયત ની ૩ નંબર ની બેઠક ચાર દાયકા થી કોગ્રેસ નો દબદબો હતો. આ બેઠક વિસ્તારમાં મુસલમાનો અને કોળી સમાજ ના મતદારો ના પ્રભાવ સામા પક્ષે હરીફ ઉમેદવાર.કયારે વિજય થયાં નથી ઉપરોક્ત બેઠક પર મોટાવાસ ના” નુતયાર “પરિવાર નો કબજો રહયો હતો.પિતા માતા પુત્ર અને વહુ જે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત માં સરપંચ અને સભ્ય તરીકે ચુંટણી જીત્યા છે
જેમાં થી એક બાવલા હારુન નુતયાર ચાલુ ચુંટણી પૂર્વ કોગ્રેસ છોડી ને આપ માં જોડાયા. પોતાની સાથે ભાજપા ના કોળી સમાજ ના મતદારો ને પણ આપ ભેરવયા. છેલ્લા એક વર્ષ થી આપ ના જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોર. જેણે જોડિયા સહિત તાલુકાઓ ના ગામડાઓમાં સક્રિય થઈને” આમ આદમી પાર્ટી ” વિસ્તાર વધારવા સફળતા મેળવી રહ્યા છે. ચુંટણી પૂર્વ જોડિયા માં કોગ્રેસ/ ભાજપા ના કાર્યકરો ને આપ નો ખેસ પહેરાવી ને પોતે જીલ્લા પંચાયત ની જોડિયા બેઠક પર ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે. _!

____________________

 જોડિયા તાલુકા પંચાયત ની ચુંટણી માં તીજા પક્ષ તરીકે “આપ “ની એન્ટ્રી/ અમુક બેઠકો પર ત્રિંપાખયો જંગ_!

જોડિયા :- છેલ્લા બે ત્રણ વર્ષ થી આમ આદમી પાર્ટી જોડિયા સહિત તાલુકા ના ગામડાઓ પોતાના પક્ષ નું સંગઠન મજબૂત કરવા માટે આપ ના રાજય પ્રમુખ ઈશુદાન ગઠવી તથા જીલ્લા અને તાલુકા ના આપ ના હોદેદારો જોડિયા સહિત ગામડે ગામડે જઈને કાર્યક્રમ દ્વારા “આપ” માં. જોડાવા અપીલ કરેલ જેના ફલસવરુપ પક્ષ વિસ્તાર વધ્યો. ચાલું વરસે રાજય સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણી માટે જીલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી માં “આપે” ઉમેદવાર ઉતાર્યા છે જોડિયા તાલુકા પંચાયત ની ૬ બેઠક પર આપ દ્વારા ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. જોડિયા ની ત્રણ જુદી જુદી બેઠક પર (૧) આશાબેન રાજેશ દલસાણિયા. (૨) પુર્ણાબેન મહેન્દ્ર ધામેચા.(૩) બાવલા હારુન નુતયાર. ( કુનંડ) – પ્રકાશ આર. બાપોલિયા ( ભાદરા) – અંકિતા બેન વિવેક ભાઈ ભંડેરી. ( વાવડી) – શોભનાબેન પ્રવિણભાઈ નાગપરા.( હરિયાણા) – ચિંતન ભાઈ જે કાલાવડિયા. ( બાલાચડી) – ભાવનાબા પ્રવિણ સિંહ જાડેજા. ઉમેદવારો ની પસંદગી જામનગર જિલ્લા આપ ના પ્રમુખ વશરામભાઇ રાઠોર દ્વારા એક યાદી બહાર પાડી છે. _!

 

_____……________
જોડિયા તાલુકા પંચાયત ની ચુંટણી માં તીજા પક્ષ તરીકે “આપ “ની એન્ટ્રી/ અમુક બેઠકો પર ત્રિંપાખયો જંગ_!
જોડિયા :- છેલ્લા બે ત્રણ વર્ષ થી આમ આદમી પાર્ટી જોડિયા સહિત તાલુકા ના ગામડાઓ પોતાના પક્ષ નું સંગઠન મજબૂત કરવા માટે આપ ના રાજય પ્રમુખ ઈશુદાન ગઠવી તથા જીલ્લા અને તાલુકા ના આપ ના હોદેદારો જોડિયા સહિત ગામડે ગામડે જઈને કાર્યક્રમ દ્વારા “આપ” માં. જોડાવા અપીલ કરેલ જેના ફલસવરુપ પક્ષ વિસ્તાર વધ્યો. ચાલું વરસે રાજય સ્થાનિક સ્વરાજ્યની ની ચુંટણી માટે જીલ્લા અને તાલુકા પંચાયત ની ચુંટણી માં “આપે” ઉમેદવાર ઉતાર્યા છે જોડિયા તાલુકા પંચાયત ની ૬ બેઠક પર આપ દ્વારા ઉમેદવાર ચુંટણી લડી રહ્યા છે. જોડિયા ની ત્રણ જુદી જુદી બેઠક પર (૧) આશાબેન રાજેશ દલસાણિયા. (૨) પુર્ણાબેન મહેન્દ્ર ધામેચા.(૩) બાવલા હારુન નુતયાર. ( કુનંડ) – પ્રકાશ આર. બાપોલિયા ( ભાદરા) – અંકિતા બેન વિવેક ભાઈ ભંડેરી. ( વાવડી) – શોભનાબેન પ્રવિણભાઈ નાગપરા.( હરિયાણા) – ચિંતન ભાઈ જે કાલાવડિયા. ( બાલાચડી) – ભાવનાબા યુવરાજ સિંહ જાડેજા. ઉમેદવારો ની પસંદગી જામનગર જિલ્લા આપ ના પ્રમુખ વશરામભાઇ રાઠોર દ્વારા એક યાદી બહાર પાડી છે. _!

રિપોર્ટસ રમેશ ટાંક જોડિયા.

Back to top button
error: Content is protected !!