

ફૈઝ ખત્રી…શિનોર
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઈને શિનોર સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ સર્જાયો છે,ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે હેતુ સાથે આજરોજ શિનોર પોલીસ ધ્વારા સાધલી આઉટ પોસ્ટ ખાતે DYSP આકાશ પટેલ ના અધ્યક્ષતામાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે શું કરવું જોઈએ તે અંગેની ખૂબ અગત્ય ની જાણકારી DYSP આકાશ પટેલ,અને શિનોર પી.આઈ.R.R.વસાવા ધ્વારા આપવામાં આવી હતી.આ દરમિયાન મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.અને ત્યારબાદ સાધલી નગરમાં DYSP આકાશ પટેલ અને શિનોર પી.આઈ.R.R. વસાવા ની ઉપસ્થિતિમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ ના જવાનો જોડાયા હતા.




