CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડીમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

મુકેશ પરમાર,, નસવાડી.

નસવાડીમા તણખલા ચોકડી પાસે ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકર ની 135મી જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલા સમાનતા અને બંધુતાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.જયારે જય ભીમ જય ભીમ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું દલિત સમાજનાં યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સર્કળને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જયારે આગેવાનો,બાળકો,યુવાનો,મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તણખલા ચોકડી ઉપર ભવ્ય ઉજવણી કરી હતી અને આસ્થા અને એકતાનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!